શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં તા.૨૮-૧૧-૨૪ના રોજ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ વધે તે માટે એક સેમીનારનું આયોજન થયું, જેમાં શ્રી ભાવિનભાઈ માંકડે જી.પી.એસ.સી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી કઈ રીતે કરવી તેનું રોચક શૈલીમાં માર્ગદર્શન આપ્યું. ગવર્મેન્ટની સ્કોલરશીપથી ચાલનાર ક્લાસીસ અંગેની માહિતી આપી તથા વિદ્યાર્થીનીઓને તેમાં જોડાવા માટે અપીલ કરી.

કાર્યક્રમમાં શ્રી નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડિયા, શ્રી દેસાઈ સાહેબ, શ્રી સલીમભાઈ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ હતી. મહેમાનોનું સ્વાગત પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે કર્યું .આભાર દર્શન પ્રા.છાયાબેન શાહે કર્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓનો સહયોગ સાંપડ્યો.
બિપીન પાંધી સાવરકુંડલા

