પોરબંદરમાં ધોધમાર વરસાદને લઈને અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાતા રસ્તાઓ બિસ્માર બની ગયા છે.ત્યારે નરસન ટેકરીથી પોલીટેક્નિક કોલેજ તરફ જતો નેશનલ હાઇવેનો સર્વિસ રોડ પણ બિસ્માર બન્યો છે.
પોરબંદર શહેરમાં તાજેતરમાં સતત એક અઠવાડિયા સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો.આ ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ અનેક રસ્તાઓ પાણી ફરી વળ્યાં હતા ત્યારે ધોધમાર વરસાદને લઈને અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા.
પોરબંદરના નરસન ટેકરી થી પોલીટેક્નિક કોલેજ તરફ જતા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પણ બિસ્માર બની ગયો છે.આ રોડ ઉપર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.ત્યારે આ રસ્તાનું તાજેતરમાં નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.