Gujarat

સેવા સેતુ કાર્યક્રમ – દાહોદ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સેવા સેતુ કાર્યક્રમ – દાહોદ
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આપણી શેરી – મહોલ્લા સાફ રહે એ સુનિશ્ચિત કરવુ જોઇએ અને સાફ-સફાઇની શરુઆત આપણાથી કરવી જોઇએ. તેમજ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવો જોઇએ- કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે

આપણી સરકાર બાળક જન્મે ત્યારથી લઇને એના સમગ્ર જીવનકાળ દરમ્યાન સુધીની ચિંતા કરી રહી છે ત્યારે કોઇપણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટેના પ્રયત્નો કરવાના છે.-ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી

દાહોદ : સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ દાહોદ શહેર સહિત તમામ તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દાહોદમાં મોટી રાણાપુર ગામની મહેંદી ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કલેકટરશ્રી યોગેશ નિરગુડે તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી સહિત અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને લાભ આપવા અર્થે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લઇને વિવિધ સેવાઓની માહિતીની જાણકારી લીધી હતી.

ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા કહ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે વિશેષ અને મહત્વનો છે, સરકાર સામે ચાલીને લાભ આપવા આવી છે તો એનો તમામ લોકોએ લાભ લેવાનો છે. આપણી સરકાર બાળક જન્મે ત્યારથી લઇને એના સમગ્ર જીવનકાળ દરમ્યાન સુધીની ચિંતા કરી રહી છે ત્યારે કોઇપણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટેના પ્રયત્નો કરવાના છે.

એ સાથે એમણે સ્વચ્છતા પર ભાર મુકતા વધુમા ઉમેર્યુ હતુ કે, આરોગ્ય વિભાગ દ્વારા આપવામા આવતી આરોગ્ય સઁબંધિત સુચનાઓને અનુસરવી જોઇએ જેથી કરીને આપણુ સ્વાસ્થ્ય પણ સારુ રહે ઉપરાત આપણુ ગામ સ્વચ્છ રહે એની જવાબદારી પણ આપણી જ છે, જેથી સ્વચ્છતાની શરુઆત પોતાનાથી કરવી જોઇએ.

આ પ્રસંગે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ કહ્યુ હતુ કે, આજના વિશેષ દિવસે મોટા ભાગના લાભ આજે સાંજ સુધી તમામ લાભાર્થીઓને મળી જાય તેવા પ્રયત્નો રહેશે. તમામ લાભાર્થીઓએ આ તકને ઝડપી લઇને પુરતા લાભ મેળવવાના છે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાની વાત મુકતા તેમણે જણાવ્યુ હતુ કે, આપણી શેરી – મહોલ્લા સાફ રહે એ સુનિશ્ચિત કરવુ જોઇએ અને સાફ-સફાઇની શરુઆત આપણાથી કરવી જોઇએ. તેમજ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવો જોઇએ.
આ પ્રસંગે શાબ્દિક પ્રવચન સ્વાગત મામલતદાર શ્રી મનોજ મિશ્રા એ કર્યું હતું.

આ પસંગે તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી અરવિંદાબેન કિશોરી, પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપુત, મામલતદાર શ્રી મનોજ મિશ્રા ,તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી ,તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભગીરથ સરપંચ શ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ દરમ્યાન પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાને પૂર્ણ કરવા હેતુ સરકારશ્રીના અન્ન, નાગરિક અને પુરવઠા વિભાગ, મહિલા અને બાળ વિભાગ, મહેસુલ વિભાગ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, મતસ્ય ઉદ્યોગ, નાણાં વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, સામા. ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ જેવા વિવિધ ૧૩ જેટલા વિભાગો દ્વારા લાભાર્થીઓને મળવાપાત્ર થતા તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળ પર જ લાભ આપવામાં આવ્યા હતા.
૦૦૦રિપોર્ટર :-ઝેની શેખ

IMG-20240917-WA0132-5.jpg IMG-20240917-WA0133-4.jpg IMG-20240917-WA0134-3.jpg IMG-20240917-WA0135-2.jpg IMG-20240917-WA0136-1.jpg IMG-20240917-WA0133-0.jpg