Gujarat

રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન) મુકામે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન) મુકામે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી વિવિધ જનસુખાકારીના કાર્યોનો પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં પણ તા.17 સપ્ટેમ્બર,2024 થી 31 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન-2024’અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન) ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

કમાલપુર (સાતુન)ના સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગ તરફથી મળતી સેવાઓ જેવી કે pmjay કાર્ડ, BP-ડાયાબીટીસ ચકાસણી, એટીવીટી દ્વારા આવક-જાતિના દાખલા, આધાર કાર્ડ કાઢવા, રેશનકાર્ડ નામ કમી-ઉમેરવા-સુધારો, ખેતીવાડીને લગતા પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, વનીકરણ વગેરે સેવાઓ આપવામાં આવી હતી. સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમનો ગામના અનેક લોકોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ ખોલવામાં આવી હતી. સ્થળ પર વિવિધ દાખલાઓ, વ્યકિતગત સહાય, મા અમૃતમ યોજનાની કામગીરી વગેરે ઉપરાંત અન્ય કામગીરીનો લાભ ગ્રામજનોને એક છત્ર નીચે જ મળી રહ્યો હતો. કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભીએ પણ પોતાનું મેડિકલ ચેક-અપ કરાવ્યું હતુ.

IMG-20240917-WA0046-3.jpg IMG-20240917-WA0043-2.jpg IMG-20240917-WA0044-1.jpg IMG-20240917-WA0045-0.jpg