Gujarat

સાવરકુંડલા શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ચાર વોર્ડના મોટી સંખ્યામાં લાભાર્થી ઓને સ્થળ પરજ તમામ કામગીરી અને દાખલાઓ કાઢી આપવામાં આવ્યા 
સાવરકુંડલામાં શહેરી વિસ્તારના નાગરીકોની વ્યક્તિલક્ષી રજુઆતોના સ્થળ પર ત્વરિત ઉકેલ માટે સરકારની સૂચના પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા મહુવા રોડ ખાતે આવેલ નગરપાલિકા કચેરી પ્રેસ ગ્રાઉન્ડ ખાતે સેવસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર,૧, ૪,૫  અને ૬ માં રહેતા તેમજ સમગ્ર સાવરકુંડલા શહેરના લાભાર્થીઓએ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો
આ કેમ્પમાં સાવરકુંડલા પ્રાંત અધિકારી ધારાબેન ભલાળા, મામલતદાર બારૈયા, તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર, ચીફ ઓફીસર હસમુખભાઈ બોરડ, પાલિકા એન્જીનિયર હરેશગીરી ગોસાઈ, હાઉસટેક્સ ઈન્સપેક્ટર મનોજભાઈ ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિતિમાં આ સેવાસેતુ કાર્યક્રમનો સાવરકુંડલાની જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આવક, જાતિ, નોન ક્રીમીલીયર, સીનીયર સીટીઝન, મુખ્યમંત્રી બાળસેવા યોજના ,રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તેમજ સુધારો કરવાની કામગીરી આધારકાર્ડમાં સુધારો વધારો નવા કાઢવા, માઁ અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ બાબત, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, રહેવાસીનો દાખલો, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર  જન્મ મરણના દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના બેંકના ખાતા ખોલવા, પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતા ખોલવા, સીટી સર્વે વિભાગને લગતી અરજીઓ  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લગતી વ્યકિતગત સહાયતાની રજુઆત અરજી રાજય સરકારશ્રીના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના,વ્યકિતલક્ષી લાભો માટેની અરજીઓ, વિકલાંગ ફ્રી પાસ, કન્યા ફ્રી પાસ ઝુંપડપટ્ટીમાં વીજ કનેકશન, સહિતની કામગીરીની માહિતી  અરજદારોને માહિતગાર કરવામાં આવેલ અને  કામગીરી કરી આપવામાં આવેલ હતી
બિપીન પાંધી