Gujarat

મધ્ય ગીરમાં માઇ ભક્ત દ્વારા કંકેશ્વર મહાદેવના પરિસરમાં શ્રાવણીયા સોમવારે મહાપૂજા યજ્ઞ

મધ્ય ગીરમાં માઇ ભક્ત દ્વારા કંકેશ્વર મહાદેવના પરિસરમાં શ્રાવણીયા સોમવારે મહાપૂજા યજ્ઞ

વિસાવદર પાસેના ગીર મધ્યમાં આવેલ કનકેશ્વરી માતાના ધામમાં શ્રાવણ માસના પ્રારંભે કંકેશ્વર મહાદેવ મંદિરમાં
વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ દેવોના દેવ મહાદેવને શ્રી માતાજી કનકેશ્વરી તીર્થધામના માઇ ભક્ત શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ અને શાહ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ મહિનાના દરેક સોમવારે કંકેશ્વર મહાદેવની મહાપુજા યજ્ઞ તેમજ યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદનું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.
તો આ સેવા યજ્ઞમાં જોડાવા શ્રીમાતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સર્વે માય ભક્તોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરેલ છે. તેમ સંસ્થાના ટ્રસ્ટી ઉદયભાઇ મહેતાની અખબાર યાદી જણાવે છે.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240805-WA0014.jpg