ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
૧૮મી લોકસભા ચુંટણીના પરિણામો આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકાર ૩.૦ની રચના તાઈ ગઈ છે ત્યારે મંગળવારે સવારે અમિત ભાઇ શાહે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સતત બીજી વાર ચાર્જ સંભાળ્યો હતો. અમિતભાઇ શાહે ગૃહ વિભાગની સાથે સહકાર મંત્રાલયનો પણ ચાર્જ લીધો હતો.
ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા અમિત શાહને તેમનું ગૃહ મંત્રાલય યથાવત રહ્યું છે. અમિત શાહ હવે ફરીથી કેંદ્રમાં ગૃહ અને સહકારીતા મંત્રાલય સંભાળી રહ્યા છે. અમિત શાહ ૨૦૧૯ માં કેન્દ્રમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. ગાંધીનગર બેઠક પર અમીત શાહને ૭, ૪૪, ૭૧૬ મતોની જંગી લીડ મળી હતી.
વર્ષ ૨૦૧૯માં અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી બન્યા ત્યારબાદ તેમણે અનેક ઐતિહાસીક ર્નિણયો લીધા હતા. તેમણે સંસદમાં પણ આક્રમક્તાથી પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ત્યારબાદ તેઓ દેશભરમાં લોકપ્રિય થઇ ગયા હતા. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપ સરકાર બની ત્યારે તેઓ રાષ્ટ્રીય પ્રમુખ હતા અને તેમની આગેવાની હેઠળ ભાજપે માઇક્રોપ્લાનીંગ કરી સંગઠનને મજબૂત કર્યું હતું અને ચૂંટણી જીતી હતી આ સાથે તેમણે સહકાર મંત્રાલય પણ સંભાળ્યું હતું. સહકાર મંત્રાલય દેશમાં પહેલીવાર ઉભુ કરાયું હતું અને તે વિભાગના અમિત શાહ પહેલા મંત્રી બન્યા હતા. તેમણે દેશભરના સહકારી માળખાને પણ સુદ્રઢ કરવાના ઘણા ર્નિણયો કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર ૩.૦માં તેમને ફરી એક વાર સહકાર મંત્રીનો પણ હવાલો આપવામાં આવ્યો છે.

