વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 5મી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસર પર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 1972માં શરૂ થઈ હતી. યુનાઈટેડ નેશન્સે 5 જૂન 1972ના રોજ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. હાલમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગથી સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યો છે.
ત્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણને સંતુલિત રાખવા માટે તેનું મહત્વ સમજી રહ્યા છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે ભારતમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
યાત્રાધામ અંબાજીમાં અનેકો સેવાકીય કામગીરી કરનાર શ્રી શક્તિ સેવા કેન્દ્ર છાત્રાલયના બાળકોએ આજના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2024 અંબાજી વિસ્તારમાં 10 હજાર વૃક્ષોનું રોપાણ કરાવાનો સંકલ્પ લીધો છે.
આ સંકલ્પનો ઉદ્દેશ પર્યાવરણને સુરક્ષિત રાખવાની સાથે સાથે એક વિશુધ્ધ સ્વચ્છ વાતાવરણનું નિર્માણ થાય અને જેનાથી જીવજંતુઓ અને આવનારા સમયની ભાવી પેઢીનું સ્વાસ્થ્ય જીવન મળે તે હેતુથી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે.
વૃક્ષારોપણનો કાર્યક્રમ 51 શક્તિપીઠ ધામમાં 5 જૂનથી લઈને શરું કરીને 51 દિવસમાં 26 જુલાઈ 2024નાં રોજ સમાપ્ત થશે. આ સંકલ્પને શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી આદિવાસી વિસ્તાર સહિત શહરી નાગરિકોથી સહયોગની અપેક્ષા કરવાની વિનંતી કરી છે.