Gujarat

શ્રીજી પ્રભુના ભવ્ય છપન્ન ભોગ મનોરથ પ્રસંગે શ્રી વિશાલબાવા નાથદ્વારા પધાર્યા.

શ્રીજી પ્રભુના ભવ્ય છપન્ન ભોગ મનોરથ પ્રસંગે શ્રી વિશાલબાવા નાથદ્વારા પધાર્યા.

(છપન્ન ભોગ મનોરથના પ્રસંગે કોકિલાબેન અંબાણી તથા અનિલભાઈ અંબાણીની ઉપસ્થિતિ)

પુષ્ટિ માર્ગની મુખ્ય પીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલીમાં તા.૨૪-૨-૨૦૨૪ ના રોજ શ્રીજી પ્રભુને ભવ્ય છપન્ન ભોગ મનોરથ પ્રસંગે શ્રીજી પ્રભુની સેવામાં ગો.ચિ.૧૦૫ શ્રીવિશાલજી (શ્રીભુપેષકુમારજી) બાવા નાથદ્વારા પધાર્યા. શ્રીનાથજી મંદિર મંડળના ઉપાધ્યક્ષ શ્રીમતિ કોકીલાબેનના જન્મદિવસના પ્રસંગે બંને દંપતિ શ્રી કોકીલાબેન અંબાણી તથા અનિલ અંબાણી તેમજ રિલાયન્સ ગ્રુપ દ્વારા છપન્ન ભોગનો મનોરથ ઉજવાયો.
ભવ્ય છપન્ન ભોગ મનોરથમાં શ્રીજી પ્રભુના લાડલા લાલ શ્રીનવનીતજી પ્રિયાજી પણ પધારશે. જ્યાં વિશાલબાવા પ્રભુને છપન્ન ભોગ ધરાવશે. શ્રીવિશાલબાવાના આગમનથી મંદિરના અધિકારી શ્રી સુધાકર ઉપાધ્યાય, મંદિરના મુખ્ય વ્યવસ્થાપક ભારત ભૂષણ વ્યાસ, તિલકાયતશ્રીના મુખ્ય સલાહકાર અંજન શાહ, મદદનીશ અધિકારી અનિલ સનાઢ્ય, મંદિર મંડળ બોર્ડના સદસ્ય સમીર ચૌધરી, સુરેશભાઈ સંઘવી, સી.ઈ.ઓ. કૈલાશચંદ્ર શર્મા, સંપદા અધિકારી ઋષિ પાંડે, તિલકાયતના સચિવ લીલાધર પુરોહિત, મિડિયા પ્રભારી પી.આર.ઓ. ગિરિશ વ્યાસ, રાજેશ્વર ત્રિપાઠી, ઉમંગ મહેતા, ઓમ પ્રકાશ જલંધરા, જમાદાર હર્ષ સનાઢ્ય, કૈલાશ પાલિવાલ, મોતી મહલ નિગરા, ગોપી વર્મા, પ્રતિક, આશિષ, દેવેશ, દિવ્યા તેમજ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના વૈષ્ણવજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તેમ વિસાવદરના પ્રતિનિધિ કેયુરભાઈ અભાણીની અખબારી યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશ વિસાવદર

IMG-20240223-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *