શ્યામ મહિલા મંડળ . જુનાગઢ
આજરોજ બાગાયત વિભાગ દ્વારા કેનિંગ ક્લાસ નો પાંચમો દિવસ હતો
આજે તાલીમ કોર્ડીનેટર ખ્યાતિબેન કવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ વૃતિકાબેન કાપડિયા દ્વારા
1. નાગરવેલના પાન ના લાડુ
2 .કાજુ કારેલાનું અથાણું
3 કોયલવેલના ફૂલનું શરબત
જેવી વાનગીઓ વિશે માર્ગદર્શન આપીને લાઈવ બનાવીને શીખવાડવામાં આવેલા હતી. પાંચ દિવસમાં ફૂલ 16 વાનગીઓ શીખવાડવામાં આવેલ હતી.
પાંચ દિવસને અંતે સમાપન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે
વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. એન બી જાદવ સાહેબ, મદદનીશ બાગાયત નિયામક શ્રી મનોજભાઈ અગ્રવાલ સાહેબ, મદદનીશ ખેતી નિયામક શ્રી નિશાંતભાઈ ચૌહાણ સાહેબ, શ્રીગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મંત્રી શ્રી દિનેશભાઈ કાચા, ઉપસ્થિત રહી પ્રસંગોચિત પોતાનો વક્તવ્ય રજૂ કરેલ હતા.
શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રી મીનાબેન ધીરુભાઈ ગોહેલ હાલ યુ.એસ હોય ત્યાંથી તેમણે શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલા હતા. તેમજ જ્ઞાતિ પ્રમુખશ્રી વિવેકભાઈ ગોહેલ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હોય તેમણે પણ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલા હતા.
બાગાયત વિભાગ તરફથી જે બહેનોએ આ તાલીમમાં લાભ લીધો હતો તેમને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ, બેગ, પુસ્તક આપવામાં આવેલ હતું. તેમજ શ્યામ મહિલા મંડળ તરફથી દરેક મહાનુભાવો તેમજ ટ્રેનરોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા જે જહેમત ઉઠાવી આયોજન કરવામાં આવેલ હતુ તે બદલ સર્વે મહાનુભાવો તેમજ ટ્રેનરો દ્વારા અભિનંદન પાઠવી બિરદાવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં શ્યામ મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રીમતી રંજનબેન મોરવાડિયા, મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલીયા, ખજાનચી શ્રીમતી છાયાબેન ચોટલીયા, તેમજ સર્વે કારોબારીના સભ્ય બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે શ્રીમતી દક્ષાબેન પરમાર તથા શ્રીમતી જિજ્ઞાસાબેન ચોટલીયા તેમજ બાગાયત અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ દ્વારા પોતાનો પ્રતિભાવ આપેલ હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકન્વીનર શ્રી ભરતભાઈ ભાલીયા સાહેબ તેમજ શ્યામ મહિલા મંડળની સક્રિય બહેનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલી હતી. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા તેમજ આભારવિધિ શ્રી ભરતભાઈ ભાલીયા દ્વારા કરવામાં આવેલ
કાર્યક્રમને અંતે અલ્પાહાર લઈને જે પાંચ દિવસમાં શીખવાની સાથે આનંદ માણ્યો તેને વાગોળીને બહેનો કહેતી હતી કે આ તાલીમ કરતા પાંચ દિવસના ઉત્સવ જેવું વાતાવરણ છોડીને જાવું ગમતું નથી
પ્રમુખશ્રી મીનાબેન ધીરુભાઈ ગોહિલ
મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલીયા
કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલીયા







