Gujarat

પ્રગતિના પથ પર અગ્રેસર છોટા ઉદેપુર જિલ્લાની બહેનો

નસવાડી-કવાંટ તાલુકાની સ્વ સહાય જૂથની બહેનોએ સ્વનિર્ભર બની પ્રગતિનો માર્ગ કંડાર્યો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યક્ર્મ અંતર્ગત  તારીખ ૦૫ જાન્યુઆરીના રોજ નસવાડી ગ્રામ પંચાયત સભાખંડમાં સંસદસભ્યશ્રી ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને કેશ-ક્રેડીટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથોની મહિલા કાર્યકરોએ ભાગલીધો હતી. નસવાડીના કેમ્પમાં ૧૭૮ સ્વ સહાય જુથોને કેશ ક્રેડીટની કુલ રકમ રૂ.૧૦૬૮ લાખ મંજૂર કરવામાં આવી હતી. જે પૈકી ૧૧૯ જૂથોને આજરોજ  રૂ. ૨૫૫.૨૦ લાખની રકમ ધિરાણ કરવામાં આવી હતી અને ૨૨ જૂથોને રૂ. ૬૨ લાખની રકમ નો ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૫૩ અન્ય સ્વ સહાય જૂથોને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.  જ્યારે ૪૪ જૂથોને બેંકમાંથી ધિરાણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કવાંટ તાલુકાના કેમ્પમાં ૧૩૬ જુથોને કેશ ક્રેડીટ કુલ રૂ.૮૧૬ લાખની રકમ મંજૂર કરવામા આવી હતી અને તે પૈકી ૮૩ જૂથોને આજરોજ  રૂ.૧૬૮.૭૦ લાખની રકમ ધિરાણ કરવામાં આવી હતી. આ ૧૭ જૂથોને  રૂ.૩૨.૭૦લાખની રકમના ચેક મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. તેમજ ૬૦ જૂથોને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે ૬ જૂથોને બેંકમાં ધિરાણ આપવામાં આવ્યા હતા. આટલા મોટા પ્રમાણમાં સ્વ સહાય જૂથોને મળેલા ભંડોળથી બહેનો અને નાના પરિવારોને રોજગારી મળશે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કોર્પોરેશન લી. ગાંધીનગરના જનરલ મેનેજરશ્રી ઓમદેવસિંહ ચુડાસમા અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી કે.ડી ભગત ઉપસ્થિતિ રહ્યા હતા. કેમ્પમાં બેંકના લીડ મેનેજર, નસવાડી ટીડીઓશ્રી, નસવાડી ટીએલએમ તેમજ  તાલુકાની દરેક બેંકોના બ્રાંચ મેનેજરશ્રીઓ અને મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથની બહેનો ઉપસ્થિતિ રહ્યી હતી.

swa-sahay-juth-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *