Gujarat

ભેસાણ વિસ્તાર આહીર સમાજનું સ્નેહ મિલન પરબધામ ની ભાગોળે યોજાયુ

મહાદેવગીરી બાપુ, હીરાભાઈ જોટવા, ગોવિંદભાઇ ચોચા સહીતના આગેવાનો એ સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું
25મીએ સુપાસી ખાતે સન્માન સમારંભ માં ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ અપાયું.
સમગ્ર દેશમાં આહીર સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે. ત્યારે જૂનાગઢ જિલ્લા માં પણ ખુબ મોટી વસ્તી છે તેમાં ભેસાણ તાલુકામાં છુટાછવાયા ગામડાઓમા આહીર સમાજની વસ્તી છે. આ વિસ્તાર માં વસવાટ કરતા લોકો સંગઠિત બને સાથે સમાજલક્ષી કાર્યક્રમોનુ આયોજન થાય તેવા શુભ ઉદ્દેશથી આહીર સમાજનું એક સ્નેહમિલન પરબધામની ભાગોળે આવેલા પારેવડી રિસોર્ટ ખાતે સાંજના સમયે યોજાયુ હતુ. આ કાર્યક્રમ માં 23મી ડિસેમ્બર ના રોજ દ્વારકાધીશ ના સાનિધ્યમાં યોજાયેલ આહીરાણી મહારાસ ની સિદ્ધિઓ અને તેના હકારાત્મક પાસાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને સમગ્ર સમાજને એક તાંતણે બાંધી ને એક લોહિયા આહીર સમાજ ના સંકલ્પ ને સાર્થક કરવા અને સંગઠિત થવા જૂનાગઢ થી પધારેલ મહાદેવગીરી બાપુએ અપીલ કરી હતી. આ તકે ગીરસોમનાથ જિલ્લા ના સુપાસી ગામના વતની એવા આહીર પીઢ રાજકીય નેતા અને ભામાશા હીરાભાઈ જોટવા દ્વારા આયોજિત આહીરાણી મહારાસ માં ભાગલેનાર ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લા ની બહેનો ના સન્માન સમારંભ નુ આયોજન આવનાર 25મી ફેબ્રુઆરી ના રોજ સુપાસી ખાતે કરવામાં આવેલ હોય તેમાં સમગ્ર તાલુકાના ભાઈ અને બહેનોને ઉપસ્થિત રહેવા આમન્ત્રણ આપવામાં આવ્યુ હતુ સાથે સંગઠિત સમાજ દ્વારા સહિયારા વિકાસ નો સંદેશ આપ્યો હતો સાથે ગુજરાત આહીર યુનિટી સંગઠન ના પ્રમુખ એવા ગોવિંદભાઇ ચોચા દ્વારા પણ સમાજલક્ષી માર્ગદર્શન અપાયું હતુ. આવનાર સમય માં સમાજના વિકાસલક્ષી કાર્યક્રમો નુ આયોજન કરવા એક સુર સંધાયો હતો આ સમગ્ર કાર્યક્રમ માં ભેસાણ વિસ્તાર આહીર સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20240208-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *