ગોતામાં 40 હજાર ચોરસ વાર જગ્યામાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. ગ્રીન કવર વધારવા અને લોકોને શુદ્ધ હવા મળી રહે તેના માટે આ ઓક્સિજન પાર્કમાં 2022માં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજન પાર્કમાં 61 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ ઓક્સિજન પાર્કમાં પોન્ડ પણ બનાવવામાં આવ્યા છે.
જેના કારણે બાયોડાઈવર્સિટી ડેવલોપ થાય. આ ઓક્સિજન પાર્કમાં વડ, પીપળો, લીમડો, ખાટી આંબલી, અર્જુન સાગર, કાશીદ, કણજી, કાળી જાત, ખજૂરી, નાગોળ જેવી વિવિધ જાતિનાં વૃક્ષો અહીં જોવા મળે છે. શહેરમાં હાલમાં 12 ટકાની આસપાસ ગ્રીન કવર છે. મિશન થ્રી મિલિયન ટ્રી કાર્યક્રમ પછી આગામી બે વર્ષમાં ગ્રીન કવરમાં 2 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
એટલે કે મિશન થ્રી મિલિયન કાર્યક્રમના બે વર્ષ પછી ગ્રીન કવર 14 ટકા થઈ જશે. મિશન થ્રી મિલિયન કાર્યક્રમ વિશ્વ પર્યાવરણના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 14.50 લાખ જેટલા રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. શહેરની 1600થી વધુ સોસાયટીએ મોબાઈલ એપથી વૃક્ષ માટે 1.15 લાખ રિકવેસ્ટ મોકલી હતી.
આ પ્લોટમાં મહત્તમ વૃક્ષારોપણ કરાયું મકરબા સ્વિમિંગ પૂલની બાજુમાં21200 ચાંદલોડિયા રેલવે પેરેલ રોડ27810 ગોતા સેન્ટોરી ગ્રીનની બાજુમાં21500 ગ્યાસપુર એગ્રોફોરેસ્ટ્રી-1 પાસે20588 કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે33562

