Gujarat

પીઓકેના મીરપુર શહેરમાં કેટલાક અજાણ્યા લોકોએ એક રેસ્ટોરન્ટમાં આગ લગાવી દીધી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁંદ્ભ)ના મીરપુર શહેરમાં કેટલાક અજાણ્યા લોકોએ એક રેસ્ટોરન્ટમાં આગ લગાવી દીધી. કેટલાક લોકોએ રાત્રે અમેરિકન ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઇઝ કેએફસીના આઉટલેટ પર હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટોળાએ કથિત રીતે દાવો કર્યો હતો કે કેએફસીમાં ઈઝરાયેલનો સામાન હતો. આ પછી ભીડે પથ્થરમારો કર્યો અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. લાગણી એવી છે કે હુમલો કરનારા લોકો પેલેસ્ટાઈનના સમર્થક છે.

જાે સૂત્રોનું માનીએ તો કેએફસી પર હુમલો કરતી વખતે લોકોએ ઈઝરાયેલ વિરોધી અને પેલેસ્ટાઈન તરફી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ ગોળીબારમાં ઘણા દેખાવકારો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ પછી અનેક વાહનો અને દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ઘટના પાકિસ્તાનમાં ચાલી રહેલા ‘બૉયકોટ ઈઝરાયલ’ આંદોલન સાથે જાેડાયેલી છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને હિંસામાં કથિત રીતે સામેલ ૫૦ થી વધુ વિરોધીઓની ધરપકડ કરી.

જાે કે વધુ ગુનેગારોને પકડવા માટે સતત દરોડા ચાલુ છે. દ્ભહ્લઝ્ર પર હિંસક હુમલાના ઘણા વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાેઈ શકાય છે. આ ઘટનાને લઈને પાકિસ્તાનમાં લોકોમાં ભાગલા પડી ગયા છે. જ્યાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેની પ્રશંસા કરતા જાેવા મળે છે, તો બીજા ઘણા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

પાકિસ્તાન સહિત કેટલાક મુસ્લિમ બહુમતી દેશોમાં ઘણા કટ્ટરપંથીઓ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆતથી ઇઝરાયેલી ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે. હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.

દરેક લોકો પોલીસના નિવેદનની રાહ જાેઈ રહ્યા છે પરંતુ પોલીસ અને ફૂડ રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઈઝી તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જાેકે પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. આરોપીઓને પકડવા માટે સતત દરોડા ચાલુ છે. દ્ભહ્લઝ્ર પાકિસ્તાન એ દ્ભહ્લઝ્ર ની ફ્રેન્ચાઇઝી છે જે સમગ્ર પાકિસ્તાનમાં ૧૨૦ થી વધુ સ્થળોએ કાર્યરત છે.