રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાજપની સ્પેશિયલ ડ્રાઈવ.
8 સપ્ટેમ્બર રવિવાર ના રોજ અટલ સદસ્યતા પર્વ અભિયાન અંતર્ગત જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સ્પેશિયલ ડ્રાઈવ મા વિવિધ ઔદ્યોગિક એકમોમાં ભાજપ નું સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને સદસ્યતા અભિયાનના જાફરાબાદ ના ઈન્ચાર્જ કરશનભાઈ ભીલ,જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ અને સદસ્યતા અભિયાનના ઈન્ચાર્જ વનરાજભાઈ વરૂ તથા જાફરાબાદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ સહીતનાઓએ લોકોને ભાજપ સાથે જોડયા હતા



