માંગરોળ તાલુકા ના નાના એવા ગામ આરેણા માં એક પરિવાર નાં ઘરે એવો દીપક જન્મ્યો જેને અનેક લોકો ની આંખ નાં દીપક પ્રજ્વલિત કરવા નું કામ કર્યું…
ઋષી પુરુષ એવા નાથાભાઈ નાંદનીયા નાં નેતૃત્વ નીચે
માંગરોળ તાલુકા માં એક જબરજસ્ત અભિયાન ચાલી રહ્યું છે ચક્ષુદાન નું જેના થી સેવારત લોકો તો વાકિફ છે
પણ થોડી જાણકારી મળે એ માટે વિશેષ આ લેખ પ્રસ્તુત છે

આજીવન સેવા નાં ભેખ ધારી અવિવાહિત રહી ને સમાજ ને પોતાનો પરિવાર ગણી અને જે કાર્ય કર્યું છે એનો મોલ આપણે ક્યારેય ચૂકવી નહિ શકીએ
એમના સબ્દો….
માંગરોળ થી સુખાનંદી બાપુ, પંકજ ભાઈ રાજપરા તેમજ માંગરોળ ના સેવા સંગઠનો, પત્રકાર મિત્રો ડોક્ટર સાહેબ ઓ તથા આગેવાનો દ્વારા સતતં પ્રોત્સાહન આપવા મા આવી રહ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં જોઈએ તો લોએજ થી મસરી ભાઈ બામરોટીયા, ગોવા ભાઈ ચાંડેરા,રવિ ભાઈ નંદાણીયા, મહેન્દ્ર ભાઈ નંદાણીયા, ગોવિંદભાઈ વાળા સીલ આરોગ્ય કેન્દ્ર વાળા, રાજેશ ભાઈ સોલંકી વગેરે ઘણા બધા મહાનુભાવો આ સેવા કાર્ય મા સહયોગ કરી રહ્યા છે રહિજ ગામ થી પણ હરદિપ સિંહ જેઠવા, મજબૂત સિંહ, દિનેશભાઇ નંદાણીયા વગેરે
કાર્ય કરી રહ્યા છે.
આરેણા થી રાકેશભાઈ યોગાનંદીતથા વાસા ભાઈ જોટવા અને સર્વે સમાજ ના વડિલ બંધુઓ તથા મારા ભાઈ બંધ ઓ ની સતત મહેનત સેવા ક્ષેત્રે રંગ લાવી છે ને એમને આભરી છે બધી સેવા પ્રવૃતિ
હું એમને ગુરુ માનું છું નાથા ભાઈ નંદાનીયા એવું વ્યક્તિત્વ છે જે સરળ સહજ અને ઈશ્વર નો અંશ હોય એવું પ્રતીત થાય છે
તાલુકા માં એટલા ચક્ષુદાન રકતદાન અને મેડિકલ ગાઈડ લાઈન એમણે આપી છે જેનો હિસાબ ટૂંકો પડે
ખુદ નાં પિતાજી નું દેહદાન કરેલું છે અને તાલુકા માં એક એવા વિર તરીકે પ્રસ્થાપિત થયા છે જ્યાં ક્યાંય બ્લડ ડોનેશન કેમ્પ હોય નાથા ભાઈ અને એની ટીમ ત્યાં ઉપસ્થિત હોય આયોજન હિન્દુ સંગઠન એ કરેલું હોય કે મુસ્લિમ સંગઠન એ પરતું એક નેક વિચાર અને સમાજ પ્રત્યે ની અદભૂત અને અદ્વિતીય ભાવના ઋષી પુરુષ નાથા ભાઈ નાંદનીયા માં જોવા મળે
આજ ચક્ષુદાન દિવસ છે અને ચક્ષુદાન ક્ષેત્ર માં સમગ્ર ગુજરાત માં સૌ થી વધુ અને રેકોર્ડ ચક્ષુદાન માટે આપણો તાલુકો સ્થાપિત છે જે નાથા ભાઈ નાંદનીયા ની આગેવાની માં સંભવ બન્યું છે

