Gujarat

પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતુ સ્પેશિયલ ઓપરેશન ગુપ

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વી.એસ.ગાવીત i/cપોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી છોટાઉદેપુર નાઓની સુચનાથી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના હેઠળ એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત મળેલ કે, છોટાઉદેપુર સ્ટેશન C પાર્ટ ૧૧૧૮૪૦૦૨૨૪૦ ૭૬૪/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫ એ.ઇ.,૯૮(૨), ૮૧, ૮૩,૧૧૬(બી) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મેહુલભાઇ દેવલાભાઇ રાઠવા ઉ.વ ૨૭ રહે.ચીલીયાવાંટ આંકલી ફળીયા તા.જી.છોટાઉદેપુર નાનો છોટાઉદેપુર ખોસ વસેડી ડોન બોસ્કો સ્કુલ પાસે ઉભેલ હોય તેવી ચોક્કસ બાતમી હકિકત આધારે તપાસ કરતા સદરી મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે BNSS-2023 ની કલમ ૩૫(૧)આઇ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.