Gujarat

પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતુ સ્પેશિયલ ઓપરેશન ગુપ

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વી.એન.તડવી I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી છોટાઉદેપુર નાઓની સુચનાથી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સુચના હેઠળ એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પો.સ્ટે વિસ્તારમા પ્રેટ્રોલીગમા હતા
તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હક્કિત મળેલ કે, ઝોઝ પોલીસ સ્ટેશન C પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪ ૦૧૨૨૪૦૯૪૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧,૮૩ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભીમસીંગભાઇ સામલાભાઇ રાઠવા ઉ.વ ૨૫ રહે. અત્રોલી, ખુંદાપીપળા ફળીયા તા.જી.છોટાઉદેપુર નાનો છોટાઉદેપુર ઝોઝ ગામે બજારમા આવનાર હોય જે હકીકત આધારે વોચમા રહેતા સદરી ઇસમ આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે BNSS-2023 ની કલમ ૩૫(૧)આઇ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર