રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા એફ એફ હાઇસ્કુલના સહયોગથી જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં યોગાસન, ચેસ, શૂટિંગ બોલ , રસ્સાખેચ,કેરમ,એથ્લેટીક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો. સિનિયર સિટિઝન સ્પર્ધા યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે સીનીયર સીટીઝનની અંદર ઉમર લાયક છે એમની અંદર રમતો ભુલાતી જતી હોય છે. અને એમની અંદર સ્મૃતિ તાકાત રહેલી છે. એની બહાર લાવવા માટે તેમજ એમની અંદર રમત ગમતના કૌશલ્ય કેળવાય એકબીજાના સંપર્કમાં રહે જેથી કરીને તેઓનું જીવન સારું નિરોગી અને આરોગ્ય મય રહે તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું એમ ઇન્ચાર્જ જિલ્લા રમત અધિકારી વિક્રમભાઈ ડુંગરા ભીલે જણાવ્યું હતું.
