Gujarat

શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રાકૃતિક શિબિર ચીખલકુબા મુકામે યોજાઈ

તાજેતરમાં શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રાકૃતિક શૈક્ષણિક શિબિર ધારી પૂર્વવન વિભાગ દ્વારા ચીખલકુબા કેમ્પ સાઈડ ખાતે યોજાઇ હતી,જેમાં શાળાના ૨૦ વિદ્યાર્થીઓ તથા શિક્ષક  રમેશભાઈ ચારિયાએ ભાગ લીધો હતો. કેમ્પસાઈટ પરથી વન ભ્રમણ દરમિયાન પશુઓ, પક્ષીઓ, સરીસૃપ પ્રાણીઓ, કીટકો,જમીન, આકાશ વિશેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
જળ એ જીવન, પાણી બચાવો, વૃક્ષ છેદન અટકાવો, ભૂસ્ખલન અટકાવો તેમજ પર્યાવરણને થતું મોટું નુકસાન એ કેવી રીતે અટકાવી શકાય તેની વિસ્તૃત માહિતી આ શિબિર દરમ્યાન આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ત્રણ દિવસ અને બે રાત્રિ દરમિયાન આ કેમ્પમાં કેમ્પ ફાયર, નાટક વિવિધ ગીતો, પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો રજૂ કર્યા હતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી દીપકભાઈ માલાણી અને આચાર્ય એમ.ડી.માલવિયાએ સૌ કોઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર શિબિરને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. અને શિબિરને સફળ બનાવવા માટે તેનું નેતૃત્વ શાળાના સંસ્કૃત વિષયના શિક્ષક એવા રમેશભાઈ ચારિયાએ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
બિપીન પાંધી