Gujarat

માણાવદર અનસુયા ગૌધામની મુલાકાત લેતા વલસાડના માં વિશ્વંભરી તીર્થયાત્રાધામના સ્થાપક શ્રી મહાપાત્ર

માણાવદર અનસુયા ગૌધામની મુલાકાત લેતા વલસાડના માં વિશ્વંભરી તીર્થયાત્રાધામના સ્થાપક શ્રી મહાપાત્ર

(જીજ્ઞેશ પટેલ દ્વારા)

સેવા ક્ષેત્રે જેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવા માણાવદરના અનસુયા ગૌધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ તથા ગીર ગાયના ઉછેરની તરકીબભરી પદ્ધતિએ ભારત તથા વિદેશોના ગૌભક્તોને પણ આકર્ષ્યા છે. આ ગૌધામની મુલાકાત લઇ પોતાના ગૌશાળાની ગાયોને તે પ્રમાણે ઉછેર અને સંવર્ધન થાય તે માટે ગૌભક્તો ઊમટી રહ્યા છે અત્યાર સુધીમાં 200 કરતાં વધારે પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ તથા વિદેશમાં રહીને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા લોકોએ મુલાકાત લીધી છે.

અહીં ગીર ગાયોનું સંવર્ધન અનોખી રીતે કરવામાં આવે છે તેમનો ખોરાક 36 જાતની જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવે છે તથા પશુડોક્ટરો રોજ તેનું શારીરિક ચેક અપ કરી રહ્યા છે અહીં કોઈ ગાય શરીરે નબળી કે માંદી નથી હોતી. એવા અનસુયા ગૌધામની ખ્યાતિ સાંભળી વલસાડના માં વિશ્વંભરી તીર્થયાત્રાધામના સ્થાપક કર્મયોગી શ્રી મહાપાત્રાએ આજરોજ મુલાકાત લીધી હતી અને ગાયોનું સંવર્ધન જોઈને તાજુબ થયા હતા અને તેમને હિતેનભાઈ શેઠ તથા પરિવારને વલસાડના માં વિશ્વંભરી તીર્થયાત્રાધામની મુલાકાતે પધારવા આગ્રહ કર્યો હતો. મહાપાત્રએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હંમેશા સ્વભાવ બદલો, સાદું જીવન જીવો, જીવનમાં થતી ભૂલોને સ્વીકાર કરી ફરી ભૂલ ના થાય તેના તરફ ધ્યાન રાખો, સમાજમાં પર્વતમન અંધશ્રદ્ધાના ચક્કરમાં પડ્યા વિના શ્રદ્ધાને અપનાવો અને ઘરને જ મંદિર બનાવો સાચું તીર્થ ઘર છે. અનસુયા ગૌધામના સ્થાપક હિતેનભાઈ શેઠ, હરેશભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, શ્રીમતી મેઘનાબેન શેઠ અને શેઠ પરિવારે મહાપાત્રાજીનું અભિવાદન કર્યું હતું

તસવીર અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર

IMG-20241223-WA0098.jpg