તા રીખ ૩ જી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ શ્રી લોક સેવક સંઘ ગઢડા સંચાલિત શ્રી નિવાસી અંધ વિદ્યાલય -થોરડીમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.આજરોજ સૌપ્રથમ પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી નિવાસી અંધ શાળાના મ.શિક્ષક સંજયભાઈ પંડ્યા દ્વવારા લોક વિદ્યા મંદિર થોરડીના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ટ્રસ્ટી કાંતિદાદા પરસાણા તેમજ આચાર્યશ્રી તેમજ શિક્ષક સ્ટાફ ગણને આજના દિવસ અંતર્ગત દિવ્યાંગોની વિશ્વમાં સિદ્ધિઓ અને તેમને મળતા ફાયદાઓ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી.

વિશ્વ વિકલાંગ દિન નિમીત્તે નિવાસી અંધ વિદ્યાલયના બાળકોના રમોત્સવનું આયોજન કરવા આવ્યું હતું જેમાં સાંધિક રમતોને સ્થાન આપવામાં આવ્યું હતું. જેવી કે સંગીત ખુરશી,લીંબુ ચમચી, કોથળા દોડ જેવી રમતોનું આયોજન થયું હતુ. રમતોમાં આવેલ ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ તકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ પરસાણા નિવાસી અંધ વિદ્યાલયના આચાર્ય હિતેશભાઈ દેસાઈ તથા લોકવિદ્યા મંદિર હાઇસ્કૂલના આચાર્ય અરવિંદભાઈ ચોડવડીયા તથા શિક્ષક સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી નિવાસી અંધ વિદ્યાલયના શિક્ષક સંજયભાઈ પંડ્યા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કાંતિદાદા તથા નિવાસી અંધ વિદ્યાલયના આચાર્ય હિતેશભાઈ દેસાઈનું માર્ગદર્શન રહ્યું હતું તેમજ અંધ વિદ્યાલય તેમજ લોક વિદ્યામંદિરના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…
બિપીન પાંધી

