રાજકોટ જીલ્લાના ઉપલેટામા શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથક ને લીલુછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજીકવની કરણ રેંજ ના સહયોગ થી રોપા નું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિના મુલ્યે ફુલછોડ,વિતરણ કરવામાં આવામા આવેલ જેનો લાભ લેવા શહેરી જનો બહોળી સંખ્યામાં લાભ લેવા ઉપસ્થિત રહ્યાં આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટ ના જયેશભાઈ ત્રિવેદી અને સામાજીકવની કરણ રેંજ મોનાલીબેન કચોટ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિ ના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પયાઁવરણ બચાવવું ખુબજ જરૂરી છે.
ભુતકાળમાં ઓકસીજનની તંગી ઉભી થયેલ હતી. એવી જ રીતે ગરમી થી બચવા માટે અને અન્ય કેટલાએ પ્રકારે પયૉવરણ આપને બચાવતું આવ્યું છે. અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના . વાવેતર થકીજ આ વસ્તુ શક્ય બનશે . તેવા સંકલ્પો સાથે તેમણે એક કાર્યક્રમ એક પેડૃ માં કે નામ આપેલ છે.
જેમાં કરંજ. કંનજી .લીમડો.સરગવો.જામફળ. ચીકુ. બોરસલી. ગુલાબ. દાલમ. લીંબુ. ઉમરો જેવા રોપા નું વિતરણ કરવામાં આવેલ હતું અને આશરે ૨૨૦૦ જેટલા રોપા નું વિતરણ કરવામાં આવેલ આ તકે વન વિભાગ મોનાલીબેન કચોટ, બરૈયા સાહેબ અને વનવિભાગના અકિધારીશ્રી તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જીલ્લા મહામંત્રી રવિભાઈ માકડીયા માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ વિનુભાઈ ઘેટીયા, દેવેનભાઈ ધોળકિયા,અશોકભાઈ શેઠ, કિરીટભાઈ પાદરીયા, દાનભાઈ ચંદ્રવાડીયા, ગોહિલ સાહેબ, નિકુલભાઇ ચંદ્રવાડીયા, તેમજ સીધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ . જયેશભાઈ ત્રીવેદી, ભાવેશભાઈ સુવા, વિક્રમસીંહ સોલંકી, . ભગવાનદાસ નિરંજની, મનુભાઈ બારોટ, વિપુલભાઈ બારૈય, પુષ્પાબેન ભારાઈ કીશોરભાઈ સોલંકી, દીલીપભાઈ સોલંકી, જગદીશભાઈ પૈડા, સુરેશભાઈ પરમાર, અરૂણાબેન બાણગોરીયા,અનિતાબેન ચૌહાણ, મંજુબેન માકડીયા,શાંતિલાલ, સહિતના કાયૅકરો આજથી જ જહેમત ઉઠાવી રહયા છે.