સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જૈનીબેન બનજારાએ બોમ્બેની સંસ્થા રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા આયોજિત વિવિધ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં રંગપૂરણી, ગ્રિટિંગ કાર્ડ મેકિંગ, થંબ એન્ડ ફિંગર પ્રિન્ટ આર્ટ, ઈંગ્લીશ હેન્ડ રાઈટિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સંસ્થા દ્વારા યોજાયેલ નેશનલ કોમ્પિટીશનમાં જૈનીબેન બનજારાએ એક ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ તથા ૨ ગ્રેડ સર્ટિફિકેટ તેમજ ૪ સર્ટિફિકેટ મેળવી શાળા, શહેર અને બનજારા પરિવારનું રોશન કર્યું છે.
આ સંદર્ભ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયના આચાર્યા અર્ચનાબેન કણકોટિયા તેમજ શાળાના મોસ્ટ સિનિયર શિક્ષક યોગેશભાઈ પરમારે અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે સંસ્થાના વડા પ. પૂ. ભગવતપ્રસાદ સ્વામીજી તેમજ પ્રમુખ પ. પૂ હરિપ્રસાદદાસજી સ્વામી તથા કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી, શુકદેવજી સ્વામીએ શુભાશિષ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
આપને જણાવી દઇએ કે સાવરકુંડલા તાલુકાના પીઠવડી મુકામે સરકારી પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા આદર્શ શિક્ષક જતીનભાઈ બનજારા તેમજ સરસ્વતી વિદ્યાલયમાં હાલ અંગેજી શિક્ષક તરીકે ફરજ બજાવતાં ડીંપલબેન બનજારાની સુપુત્રી ચિં જૈનીબેન કે જે હાલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં ૪ થા ધોરણમાં અભ્યાસ કરે છે..તેણી સંગીત ક્ષેત્રે પણ અદભૂત કૌશલ ધરાવે છે.
સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ તેની દોહિત્રી જૈનીબેન બનજારા અભ્યાસ તેમજ વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ ધપે તેવી શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવ્યા હતાં આ સંદર્ભે જૈનીબેનના નાની ચંદ્રિકાબેન પાંધી, મામા પ્રિયંકભાઈ પાંધી, મામી રશ્મિતાબેન પાંધી તેમજ જૈનીબેનની લાડલી કઝીન સિસ્ટર ધાર્વિબેન પાંધીએ પણ જૈનીબેનને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા