Gujarat

શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ખાતે ભાદરવા સુદ 8થી શ્રીમદ્ ભાગવત અમુતઘારા જ્ઞાનયજ્ઞ યોજાશે

સતં શિરોમણી ગુરૂ મહારાજ કૈલાસવાસી કાશ્મીરી બાપુના દિવ્ય આશીર્વાદથી શ્રીમદ્ ભાગવત અમુતઘારા જ્ઞાનયજ્ઞનું દિવ્ય આયોજન શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ( આમકુ) ખાતે કથા પ્રારંભ તા. 11-9-2024ને સંવત -2080ના ભાદરવા સુદ આઠમથી ભાદરવા સુદ અનંત ચતુર્દશીને 17–9-2024 મંગળવાર સુધી કરવામાં આવ્યું છે,

કથાનો સમય સવારે 9થી 12 અને બપોરે 3થી 6નો છે, જેમાં કથાના આચાર્ય પદે ડો.નિકુંજ મહારાજ ત્રિવેદી ( કાશી) કથાનું રસપાન કરાવશે. કૈલાસવાસી ગુરૂ મહારાજ કાશ્મીરી બાપુના શિષ્યા મંહત 1008 નર્મદાપુરી માતાજી તથા સેવકગણ દ્વારા આ કથાનું ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.