Gujarat

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઈને છોટાઉદેપુરના તાલુકા શાળા નંબર એક ખાતે કાર્યક્રમ યોજાનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.