Gujarat

૨૨મી ડીસેમ્બરના રોજ રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ (જા.ક્ર.-૨૮/૨૦૨૪-૨૫)ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા છોટાઉદેપુર શહેરમાં કુલ- ૮ પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાશે 

આગામી તા.૨૨ ડીસેમ્બરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ (જા.ક્ર.-૨૮/૨૦૨૪-૨૫)ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા છોટાઉદેપુર શહેરમાં કુલ- ૮ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે માટે છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ ધામેલીયા દ્વારા ૮ કેન્દ્ર સ્થળો માટે ફોજદારી કાર્યરિતી અધિનિયમ ૧૪૪ હેઠળના જાહેરનામાં બહાર પાડવાની સત્તાના રૂએ ફરમાવે છે કે, પ્રિલિમિનરી લેખિત પરીક્ષાનો સમય સવારે- ૧૧-૦૦ કલાક થી બપોરે-૧૩-૦૦ કલાક (કુલ સમય ૨ કલાક) દરમિયાન છોટાઉદેપુર શહેરના પરીક્ષા કેન્દ્રો ઉપર નીચે મુજબના પ્રતિબંધો ફરમાવવામાં આવે છે.
પરીક્ષા કેન્દ્રોના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં જાહેર કે ખાનગી સ્થળે કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકી ટોકી, કોર્ડલેશ ફોન, મોબાઇલ ફોન લઇ જવા પર. પરીક્ષાઓને ખલેલ પડે તે રીતે કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહિ.  કેન્દ્રોમાં પ્રવેશ કરશે નહિ કે વાહન લઈ જશે કે આવશે નહિ.
આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર