આજે ભારતીય શેરબજકારની ફ્લેટ શરૂઆત થઇ છે. વીકલી એક્સ્પાયરીના દિવસે નજીવી વૃદ્ધિ સાથે બજાર ખુલ્યું છે. આજે સેન્સેક્સ ૮૪ અંક વધારા સાથે ખુલ્યો હતો તો નિફટીએ માત્ર ૧૨ અંકના વધારા સાથે કારોબારનો પ્રારંભ કર્યો હતો.જાેકે ગણતરીની પળમાં તે લાલ નિશાનમાં સરકી ગયો હતો. બુધવારે અમેરિકન બજારો લીલા નિશાનમાં બંધ થયા હતા. ફેડરલ રિઝર્વે કહ્યું છે કે મોટી અમેરિકન કંપનીઓ મંદી જેવી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. આ નિવેદન પછી ગોલ્ડમેન સૅક્સ અને જેપીમોર્ગન ચેઝમાં પણ ૧.૭%નો ઘટાડો જાેવા મળ્યો હતો. ગઈ કાલે જીશ્ઁ ૫૦૦ ઇન્ડેક્સ ૦.૨% વધીને બંધ થયો, ૦.૫% વધીને બંધ થયો. ડાઉ જાેન્સ ૧૬ પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
એશિયન બજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે. યેન લગભગ ચાર દાયકામાં તેના સૌથી નીચા સ્તરે સરકી ગયો છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૦.૯૩% નીચામાં ખુલ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં પણ ૧%ની નબળાઈ જાેવા મળી રહી છે. હેંગ સેંગમાં પણ નબળાઈના સંકેત દેખાઈ રહ્યા છે. યુએસ ડોલર સામે યેન ૧૬૦.૮૨ પર સરકી ગયો છે, જે લગભગ ૩૮ વર્ષમાં સૌથી નીચો સ્તર છે.
છેલ્લી વખત ડોલર દીઠ બે મહિના પહેલા ૧૬૦ થી ઉપર પહોંચ્યો હતો. ચીનના ઔદ્યોગિક આંકડા પણ આજે જાહેર કરવામાં આવશે. બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી જાેવા મળી હતી. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં મોટી ખરીદી કરી છે. જાેકે, બ્લોક ડીલ્સની પણ આ આંકડાઓ પર અસર પડી શકે છે. બુધવારે, કેશ માર્કેટમાં નેટ રૂ. ૩,૫૩૫ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે કેશ માર્કેટમાં રૂપિયા ૫,૧૪૦ કરોડની ચોખ્ખી ખરીદી જાેવા મળી છે.
બુધવારે સ્થાનિક શેરબજારમાં મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો ફરી એકવાર નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ ૬૨૦.૭૩ (૦.૭૯%) પોઈન્ટના વધારા સાથે ૭૮,૬૭૪.૨૫ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી ૧૪૭.૫૦ (૦.૬૨%) પોઈન્ટના વધારા સાથે પ્રથમ વખત ૨૩,૮૫૦ની સપાટી વટાવીને ૨૩,૮૬૮.૮૦ પર પહોંચ્યો હતો. બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ચાર ટકાનો વધારો થયો હતો.
બીએસઈનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૭૮,૭૫૯.૪૦ પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો. આખરે સેન્સેક્સ ૬૨૦.૭૩ (૦.૭૯%) પોઈન્ટના વધારા સાથે ૭૮,૬૭૪.૨૫ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૪૭.૫૦ (૦.૬૨%) પોઈન્ટના વધારા સાથે ૨૩,૮૬૮.૮૦ પર બંધ રહ્યો હતો. બંધ થતા પહેલા તે ૨૩,૮૮૯.૯૦ ની તેની નવી ઓલ-ટાઇમ હાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.