શ્રી નૂતન કેળલણી મંડળ સંચાલિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ સાંસદ ખેલ સ્પર્ધા અમરેલી દ્વારા યોજાયેલ જુદી જુદી રમતગમત સ્પર્ધામાં ભાગ લઈને શાળાળાનું નામ ગૌરવાંકિત કર્યું છે. રસ્સા ખેંચ સ્પર્ધા તેમજ એથ્લેટિક્સ સ્પર્ધામાં જ્વલંત સફળતા મેળવી મેડલ પ્રાપ્ત કરેલ છે. ખાસકરીને રસ્સા ખેંચ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ આ શાળાની વિદ્યાર્થીનીઓએ મેડલ પ્રાપ્ત કરી શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે.
રસ્સા ખેંચ સ્પર્ધામાં નીચેની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો (૧)બેલીમ સુમૈયા એફ (૨)સોલંકી તન્વી બી. (૩)જાડેજા સ્વાતિબા કે. (૪)આંબલિયા માનસી કે. (૫) જીરૂકા સુહાના વાય. (૬)ચણિયારા રોશની કે. (૭)કુબાવત માહિ કે. (૮)પરડવા ખુશી એમ. (૯)જાખરા તંજીમ એસ. (૧૦) નિમાવત નિરાલી વાય. સાથોસાથ એથ્લેટિક્સ સ્પર્ધામાં નીચેની બહેનોએ નંબર અને મેડલ પ્રાપ્ત કર્યો છે. (૧)૪૦૦ મીટર દોડ- – પાટડીયા રાધિકા બી. (૨)૨૦૦ મીટર દોડ – -, પરમાર ચંદ્રિકા ડી.,(૩) લાંબીકૂદ—, કલાણિયા પ્રાર્થના બી. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના વ્યાયામ શિક્ષિકા દેવીબેન રાઠોડ તેમજ શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયાએ માર્ગદર્શન અને અભિનંદન આપ્યા હતા.આમ શાળાની બહેનો અભ્યાસ સાથે વિવિધ રમતગમતોમાં કૌશલ્ય ધરાવે છે.