વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને પોતાના ઘર, સંસ્થા, કચેરી વગેરે પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું છે. આ અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે.

જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઇને રેલી કાઢી હતી. રેલીમાં ‘જય હિન્દ’ નાં નારા સાથે વિદ્યાર્થીનીઓએ દેશભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

