Gujarat

વિંછીયાના મોઢુકાની મોળીલા સીમ શાળાના વિદ્યાર્થીઓએ તરણેતર ગ્રામિણ ઓલિમ્પિકમાં ભાગ લીધો.

વિંછીયાના મોઢુકાની મોળીલા સીમ શાળાના વિદ્યાર્થીઓએ તરણેતર ગ્રામિણ ઓલિમ્પિકમાં ભાગ લીધો.

તરણેતર લોકમેળામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર- લીંબડી દ્વારા ઓગણીસમાં ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાંબીકુદ, ગોળાફેંક અને લંગડી જેવી પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મોઢુકાની મોળીલા સીમ શાળાની નવ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં લાંબીકુંદની સ્પર્ધામાં શીશા અંજલિ અરવિંદભાઈએ 3.28 મીટર જમ્પ લગાવીને તૃતીય સ્થાન પ્રાપ્ત કરતાં રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા બાદ બહેનોએ તરણેતર ભાતીગળ લોકમેળાનો આનંદ માણ્યો હતો.
રીપોર્ટ રસિક વીસાવળીયા જસદણ

IMG-20240908-WA0044-1.jpg IMG-20240908-WA0045-2.jpg IMG-20240908-WA0043-0.jpg