જેતપુરની પ્રતિષ્ઠિત કોલેજમાં રાષ્ટ્રધ્વજને ઊંધો લહેરાવ્યો.
આપણે સૌ જાણીએ છીએ કે ત્રિરંગો ભારતના નાગરિકો માટે કેટલો મહત્વ ધરાવે છે. બે દિવસ પહેલા આપનો 75મો સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ ધામ-ધૂમથી કરવામાં આવી હતી. ત્યારે જેતપુરમાં પણ 75મા સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ જેતપુરની પ્રતિષ્ઠિત કોલેજ અને જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.તેવી પ્રતિષ્ઠિત કોલેજ જીકે એન્ડ સી કે બોસમીયા કોલેજમાં રાષ્ટ્ર ધ્વજ ઊંધો લહેરાવ્યો હતો. ઊંધો રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ સમય દરમિયાન અહીંના વિદ્યાર્થીઓને ધ્યાને આવતા તાત્કાલિક વિદ્યાર્થીઓને ક્લાસમાં મોકલીને રાષ્ટ્રધ્વજને સીધો કરી ફરી લહેરાવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો દ્વારા ટિપ્પણીઓનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ આ મામલે આ શૈક્ષણિક સંસ્થા તેમજ ટ્રસ્ટી પર કાર્યવાહી કરવી જોઈએ તેવું લોક મુખે સર્ચાઈ રહ્યું છે. આ વાયરલ વીડિયો ધ્વજ ઊંધો ફરકાવતા પહેલા કરવામાં આવેલા ટેસ્ટિંગનો છે પ્રોટોકોલ મુજબ ધ્વજ યોગ્ય રીતે કેમ ન ફરકાવવામાં આવ્યો તે મોટી વાત છે. આ શૈક્ષણિક કોલેજમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય અને દેશનું ભાવિનું ઘડતર થતું હોય. ત્યારે આવી સંસ્થા ગંભીર ભૂલ કરે તે કેટલા અંશે વ્યાજબી છે આ મુદ્દે જેતપુર શહેરમાં સર્ચ નો મોટો વિષય બન્યો છે..

