Gujarat

સાવરકુંડલાના લેખક સુધીરભાઈ મહેતાનો ૬૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ

સાવરકુંડલા તાલુકાના વંડા ગામના લેખક અને નિવૃત્ત શિક્ષક રાજ્ય એવમ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિભૂષિતનો જન્મ પાંચ સપ્ટેમ્બર ૧૯૬૦ ના જન્મેલા પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ૬૪ વર્ષમાં મંગલ પ્રવેશ કરીને શિક્ષક દિનના દિવસે પિતાશ્રી કાનજીબાપા અને માતૃશ્રી મંગળાબા ના ઘરે જન્મ થયો હતો તેમણે ૩૮ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત રહીને એક ગ્રામીણ ક્ષેત્રમાં બુનિયાદી કેળવણીને પ્રાધાન્ય આપીને વેતન કરતા કાર્યને મહત્વ આપેલું હતું સાચા દિલથી કેળવણી ક્ષેત્રમાં કાર્ય કર્યું તેના ફલશ્રુતિ સ્વરૂપે તેમને તાલુકા રાજ્ય રાષ્ટ્ર કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળેલ છે.
સાહિત્ય ક્ષેત્રમાં ૨૪ જેટલા પુસ્તકો પ્રગટ કરીને અત્યાર સુધી સમાજના ખોળે અર્પણ કરેલ છે આકાશવાણી પરથી પ્રસારિત રત્નકરિકાનો સંગ્રહ ભવસાગરના મોતી પુસ્તક ગુજરાત સરકારશ્રીએ ઓપરેશન બ્લેકબોર્ડ યોજનામા પસંદ કરી ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક શ્રીઓ તથા વિદ્યાર્થીઓને વાંચવા માટે મળેલ છે સુધીરભાઈ મહેતા ને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનો મળેલ છે તેઓને અનેક શિલ્ડ સન્માનપત્રો પુરસ્કારો અર્પણ થયેલ છે એવું સાદુ  જીવન જીવીને હાલ નિવૃત્તિમાં સમાજ સેવા અને સાહિત્ય સેવા આપી રહ્યા છે તેમના જન્મદિવસ શિક્ષક દિન શિક્ષક તરીકે બાળકો સાથે ઉજવીને આનંદ અનુભવે છે.
બિપીન પાંધી