Gujarat

શિક્ષણ મંત્રીના વરદ હસ્તે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિશોરકુમાર જાનીનું સન્માન.

શિક્ષણ મંત્રીના વરદ હસ્તે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિશોરકુમાર જાનીનું સન્માન.

સુરતમાં પી.પી. સવાણી યુનિવર્સિટી અને લાઈફ મોલ્ડિંગ એકેડમીના સંયુક્ત ઉપક્રમે પ મી સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે 31 ઓગસ્ટ, શનિવારે યોજવામાં આવેલ ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ “આચાર્ય દેવો ભવ” મોટીવેશનલ કાર્યક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાજીનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવા બદલ શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાનું અભિવાદન કરવામાં આવ્યું. આ ત્રિવિધ કાર્યક્રમમાં સુરતના ઘણાબધા આદરપાત્ર આચાર્યોના અભિવાદન સાથે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખશ્રી કિશોરકુમાર નર્મદાશંકર જાનીની તાજેતરમાં ગુજરાત રાજ્ય આચાર્ય મહામંડળમાં ઉપપ્રમુખ તરીકે વરણી થવા ઉપરાંત બહોળા પ્રમાણમાં નીડરપણે શિક્ષણના વિશાળ હિતમાં સુંદર કામગીરી કરી રહેલ હોય, શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પી.પી. સવાણી યુનિવર્સિટીના મોભી શ્રી વલ્લભભાઈ સવાણી અને પ્રોવોસ્ટ ડો. પરાગભાઈ સંઘાણી તથા લાઈફ મોલ્ડિંગ એકેડેમીના સ્થાપકશ્રી ડો. સંજયભાઈ ડુંગરાણીના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલ છે.

IMG-20240902-WA0065.jpg