સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ તા.26/01/2014 ના રોજ BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે હાલમાં ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડીકેટેડ BRTS કોરીડોર મારફત વિવિધ 13 રૂટ પર 352 BRTS બસ કાર્યરત છે.
આવતીકાલથી સુરત મહાનગરપાલિકા જાહેર પરિવહનની BRTS બસ સેવા સંપૂર્ણ પણે ઈ-બસ દ્વારા પૂરી પડનાર સુરત સમગ્ર ભારતમાં પ્રથમ શહેર બનનાર છે. આ ઉપરાંત તા. 25/11/2016ના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીબસ સેવા શરૂ કરવામાં આવી હતી.
જે હાલમાં વિવિધ 45 સિટીબસ રૂટ પર 347 બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં કુલ-452 કિમીના રૂટ ઉપર સિટીબસ સેવા કાર્યરત છે.
સુરત મહાનગરપાલિકાના કુલ 98% વિસ્તારને જાહેર પરિવહન સેવાનું નેટવર્ક ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેમાં હાલમાં દરરોજ 2 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બસ સેવામાં ઇન્ટીગ્રેટેડ ફેર લેવામાં આવે છે.
જેના કારણે પેસેન્જર એક જ ટિકિટ લઇ એક જગ્યા એથી બીજી જગ્યાએ જવા-આવવા BRTS-સિટીબસનો ઉપયોગ કરી શકે છે.

