પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
સ્વચ્છતા હી સેવા-પાટણ જિલ્લો..‘સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં’
રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન કાર્યક્રમ યોજાયો
રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા અભિયાન-2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં 17 સપ્ટેમ્બર થી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ 31 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ અભિયાનના ભાગરૂપે રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
નાલંદા વિદ્યાલય ખાતે સ્વચ્છ ભારત મિશન તેમજ તા.17 -09- 2024 થી તા.31-10-2024 સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા પોતાના ઉદબોધનમાં સ્વચ્છતા જાળવવી એ પણ રાષ્ટ્ર સેવા છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં’ થીમ આધારિત સુંદર નાટક રજુ કર્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન મોદીજીને તેમના 75 માં જન્મદિવસ પ્રસંગે તેમના દીર્ઘાયુષ્ય, તંદુરસ્તી, તેમજ સુંદર સ્વાસ્થ્ય માટે માં જગદંબાને પ્રાર્થના કરી હતી. કાર્યક્રમના અંતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મહેમાનઓના વરદ હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગર પાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોદા, માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય જશુભાઈ રાવલ, શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરી, શાળાનાં શિક્ષક મિત્રો, તેમજ અન્ય કર્મચારી મિત્રો, વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.





