જામનગરમાં ફાયર એનઓસી વગર ધમધમતી શાળા-કોલેજ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસે ચીફ ફાયર ઓફીસર અને ડીઇઓને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યાનુસાર જામનગરની તમામ શાળા-કોલેજ પાસે ફાયર એનઓસી છે, રીન્યુ કરાવ્યુ છે કે કેમ તે તપાસનો વિષય છે.
કારણ કે, એનઓસીની રીન્યુ પ્રક્રિયામાં ઓનલાઇન રજીસ્ટર્ડ કરવાની સિસ્ટમ છે પરંતુ આ માટે ફાયર સેેફટી ઓફીસર શહેરમાં ચાર જેટલા છે.
વળી, અત્યાર સુધી ફાયર ઓફીસ દ્રારા એનઓસી રીન્યુની પ્રક્રિયા કરવામાં આવતી હતી તે અચાનક બંધ કરી ખાનગી લોકોને આપી ભ્રષ્ટાચારીની બારી ખોલવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સાથે સાથે ફાયર ઓફીસ દ્રારા એનઓસી આપવામાં આવે તેવી માંગણી પણ કરી છે.