મે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી.એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસારફુલ ટાઈમ સેક્રેટરી શ્રી. ડી બી. જોષીનાં નેતૃત્વ હેઠળતાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, કપડવંજના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી. સી.એન.દેસાઈ દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનાં ભાગરૂપેઆજ રોજતા.૦૪/૦૧/૨૦૨૪ નાં રોજ “WORLD BRAILIE DAY વિશ્વ બ્રેઈલી દિન”ની ઉજવણી અંતર્ગતશ્રીવી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજનાં સહયોગથી શ્રી વી.એસ.ગાંધી અંધજન મંડળ,કપડવંજ ખાતેમફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, કપડવંજના લીગલ આસીસટન્ટશ્રી.પી.કે.સોલંકી દ્વારા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બ્રેઈલ લિપિનાં સર્જક એવા લુઈસ બ્રેઈલનાં માનમાં આજનો “WORLD BRAILIE DAY વિશ્વ બ્રેઈલી દિન”વિશે તથા લીગલ એડવોકેટ શ્રી. એફ.એન.મીર્ઝ તથા શ્રી જે.બી.મારવાડી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ સમજ અને જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમશ્રીવી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજનાં સી.ઓ શ્રી ભરતભાઈ દ્વારા શ્રી વી.એસ.ગાંધી અંધજન મંડળ, કપડવંજના આશીર્વાદ અને પરવાનગીથી કરવામાં આવેલ, જેનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ, સિનિયર સિવિલ કોર્ટ,કપડવંજનાં લીગલ આસીસટન્ટ પરેશ સોલંકી દ્વારા કરવામાં આવેલ, જેમાં શ્રીવી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ,કપડવંજટ્રસ્ટી શ્રી. કુંડલીયા,સી.ઓ શ્રી ભરતભાઈ તથા શ્રીવી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ,કપડવંજ ના શ્રી વી.એસ.ગાંધી અંધજન મંડળ, કપડવંજ ખાતેના તમામ કર્મચારીગણ અને અભ્યાસ માટે હાજર દિવ્યાંગ બાળકો તથા નાગરિકો સહિત કુલ-45વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

