Gujarat

યાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે : પરિક્રમાર્થી

પરિક્રમા દરમિયાન તંત્ર દ્વારા સ્વચ્છતા માટે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે

ગિરનાર લીલી પરિક્રમાના પધારેલા યાત્રાળુઓએ પરિક્રમાના અનુભવો જણાવ્યા

પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં પધારેલા યાત્રાળુઓએ પ્રતિભાવ આપતા પરિક્રમાના અનુભવો જણાવ્યા હતા.

જામનગરથી ગિરનાર લીલી પરિક્રમા કરવા માટે પધારેલા શ્રી મહેશભાઈ જણાવે છે કેયાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે છે. જંગલમાં કચરો નથીસુરક્ષા માટે પોલીસકર્મીઓ અને વન વિભાગનો સ્ટાફ ખડેપગે છેલોકોને કચરો કરવા દેવામાં પણ નથી આવતો. ઉપરાંત અન્નક્ષેત્રોમાં પણ ભાવિકોને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. આમપીવાના પાણીલાઈટ સહિતની સુવિધાઓ છે અને યાત્રાળુઓને કોઈ તકલીફ પડતી નથી.

નડિયાદના ચકલાસી ગામેથી  પ્રથમ વાર ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા શ્રી મિલીન ગોર જણાવે છે કેસ્વચ્છતા માટે પ્રશાસન દ્વારા ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છેપ્લાસ્ટિક અભયારણ્ય વિસ્તારમાં ના આવે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છેપ્લાસ્ટિકથી વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચે છે. જેથી પ્લાસ્ટિક જંગલ બહાર રાખી તંત્રને સહકાર આપવો જોઈએ.