Gujarat

ફ્રાન્સના ન્યૂ કેલેડોનિયામાં ભયંકર હિંસા; ૨૦૦ લોકોની ધરપકડ, ૬૪ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ

ફ્રાંસ સરકારે ન્યૂ કેલેડોનિયામાં છેલ્લા ઘણા બધા દિવસોથી ચાલતા રમખાણો ને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા ૧૨ દિવસ માટે કટોકટીની સ્થિતિની જાહેરાત કરી હતી. ત્યારબાદ ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું હતું કે, ન્યૂ કેલેડોનિયાના બે એરપોર્ટ અને બંદરની રક્ષા કરતા સશસ્ત્ર દળોએ હિંસક રમખાણોની ત્રીજી રાત પછી તોફાનીઓનો સામનો કરવાનું શરૂ કર્યું હતું. તેમની કાર્યવાહીમાં ચાર લોકો માર્યા ગયા હતા.

ફ્રેન્ચ હાઈ કમિશનર લુઈસ લે ફ્રાન્કે જણાવ્યું હતું કે ટાપુ પરની ત્રણ નગરતેમણે કહ્યું કે ૨૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૬૪ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. આંદોલનકારીઓ દ્વારા રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ્‌સને કારણે લોકો માટે દવા અને ખાવાનું મેળવવા માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

અગાઉ, ફ્રાંસ સરકારના પ્રવક્તા પ્રિસ્કા થેવેનોટે બપોરે પેરિસમાં કેબિનેટની બેઠક બાદ કટોકટી લાદવાના ર્નિણયની જાહેરાત કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૩૦૦ થી વધુ ઘાયલ થયા છે.
લોકો કેમ ગુસ્સે થયા?

ફ્રાન્સના મતદાર યાદીને વિસ્તૃત કરવાના પ્રયાસો સામે સોમવારે ન્યૂ કેલેડોનિયામાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ન્યુ કેલેડોનિયા ટાપુઓ સ્વતંત્રતા ઇચ્છતા મૂળ કનાકાઓ અને જેઓ ફ્રાંસનો ભાગ રહેવા માંગે છે તેઓ વચ્ચે દાયકાઓથી તણાવમાં છે.

પાલિકાઓમાં લગભગ ૫,૦૦૦ તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ૨૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૬૪ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. આંદોલનકારીઓ દ્વારા રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ્‌સને કારણે લોકો માટે દવા અને ખાવાનું મેળવવા માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

અગાઉ, ફ્રાંસ સરકારના પ્રવક્તા પ્રિસ્કા થેવેનોટે બુધવારે બપોરે પેરિસમાં કેબિનેટની બેઠક બાદ કટોકટી લાદવાના ર્નિણયની જાહેરાત કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૩૦૦ થી વધુ ઘાયલ થયા છે.