Gujarat

માણાવદર ના નવાબી કવિ મનુભાઈ ત્રિવેદી ગાફિલ સરોદ ની 110 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી થઈ 

માણાવદર ની જે એમ પાનેરા  કોલેજ  ખાતે માણાવદર ના નવાબી કવિ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ ‘ ‘સરોદ ‘ ની જન્મ જયંતિ સને 2012 થી ઉજવણી થાય છે. 27/07/2024 ના રોજ કોલેજ માં ગાફિલ  સ્મૃતી  ખંડ ખાતે મનુભાઈ ત્રિવેદી ની શબદ સંપદા ને વંદના કરી પ્રારંભ થયો હતો.કોલેજ ની વિદ્યાર્થી ની એ કવિ ની વિખ્યાત ગઝલ જુદી છે જિંદગી  મિજાજે મિજાજે નું પઠન થયું હતું.ગુજરાતી વિભાગ ના પ્રોફેસર રાજેશભાઈ રૂપારેલિયા એ  કાર્યક્રમ ની રૂપરેખા આપી હતી.પ્રોફેસર કળસરિયા, પ્રોફેસર સંગીતા મેડમ, પ્રોફેસર વિજય પંડ્યા, પ્રોફેસર દક્ષાબેન મહેતા એ  પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
અતિથિ વિશેષ પદે લોક સંસ્કૃતિ ઉપાસક મયૂર મો રાવલ માણાવદર ના નવાબી કવિ મનુભાઈ ત્રિવેદી ગાફિલ સરોદ ના તળપદી ભાષા માં પરિચય આપ્યો હતો.  કવિ ની 100 મી જન્મ જયંતી ની વાત સાથે માણાવદર મૂલક ની શબદ સંપદા ના સર્જકો પૂજ્ય નથુરામ શર્મા જી ,( આનંદ આશ્રમ  લીબુંડા ), સહજાનંદ સ્વામી ના સખા મયારામ ભટ્ટ ,પદ્મશ્રી વિષ્ણુ ભાઈ પંડ્યા,સ્વામી એકરસા નંદ સરસ્વતી જી, રાજેન્દ્ર શુક્લ નું સ્મરણ કર્યું હતું.  માણાવદરી શબ્દ સંપદા ની તલ સ્પર્શી વાત ને જાણકારી આપી હતી.કોલેજ ના પ્રિન્સીપાલ ડો. મહેશભાઈ  મેત રા  એ કોલેજ ની વિવિધ પ્રવૃત્તિ સાથે સાથે માણાવદર ના નવાબી કવિ શ્રી મનુભાઈ ત્રિવેદી ગાફિલ સરોદ ના  ગઝલ ભજન ની સુંદર માહિતી સભર વાત કરી વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ ઉપસ્થિતિ ની ગાફિલ વર્ગ ખંડ પૂર્ણ રીતે ભરાય ગયો હતો…