Gujarat

શ્રી ઉમિયા માતાજી ની જામનગર થી સિદસર સુધી 38 મી પદયાત્રા તા. 15.09.24ના રોજ બાલા હનુમાન મંદિર થી શરુઆત કરવામાં આવેલ અને 200જેટલા પદયાત્રી ઓ જોડાયા હતા

શ્રી ઉમિયા માતાજીની જામનગર થી સીદસર સુધી 38મી પદયાત્રા તા. 15.09.2024 ના રોજ બાલા હનુમાન મંદિરથી, તળાવની પાળ થી શરુ કરીને તા. 17.09.2024ના રોજ સીદસર મુકામે આશરે 80 કિલોમીટર જેટલું અંતર કાપીને નિર્વિઘ્ને પહોંચવામાં આવેલ છે.  આ પદયાત્રા દરમ્યાન 8 વર્ષની બાળકી થી માંડીને 76 વર્ષના વડીલો સુધી કુલ 200 પદયાત્રી એ પદયાત્રા પૂર્ણ કરેલ છે.
આ પદયાત્રામાં સમાજમાં અને બાળકોમાં સારા સંસ્કાર મળે તે હેતુ ઉપર વધારે ધ્યાન આપવા આવે છે.  સમાજમાં એક સારો સંદેશ આપવું માટે અને માં ઉમિયાનું સવા શતાબ્દીવર્ષ ઉજવવામાં આવનાર હોઈ તમામ સમાજોને જય ઉમિયા માતાજી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ.