આવતીકાલથી એટલે કે સોમવારથી ગુજરાતીઓ માટે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે શ્રાવણ માસ એટલે કે મહાદેવની આરાધના નું મહિનો તેવામાં આ પવિત્ર શ્રાવણ માસ પૂર્વે અમદાવાદ શહેરમાં કાવડયાત્રા યોજાઇ હતી જેમાં અમદાવાદથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે 2024માં 10મી કાવડયાત્રા યોજાઇ હતી જેમાં અમરાઈવાડીથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી એટલે કે 55 કિલોમીટર લાંબી યાત્રા યોજાઇ હતી, જેમાં 4000થી પણ વધુ કાવડિયા પગપાળા કાવડ લઈને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. આજે સવારે આ કાવડીયાત્રાની શરૂઆત થઈ હતી અને જેમાં હજારો ભક્તો જોડાયા હતા તે સાથે જ ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલ થી રંગાયો હતો.

