Gujarat

સાવરકુંડલા ખાતે આજરોજ પ. પૂ. શ્રી કાનજીબાપુની ૬૨મી પુણ્યતિથિની સેવક સમુદાય દ્વારા ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં આજરોજ પ. પૂ. શ્રી કાનજીબાપુની ૬૨મી પૂણ્યતિથીની સેવક સમુદાય દ્વારા ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જે પૈકી સવારે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે સેવકગણ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાના દર્શન કરવા શહેરીજનો પણ ઉમટી પડ્યા હતાં.
 
આ પ્રસંગે ગતરોજ સન્માન સમારંભ તેમજ રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે ૬-૩૦ કલાકે પૂજન વિધિ સવારે ૮-૩૦ કલાકે શોભાયાત્રા તેમજ બપોરે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ  પ. પૂ. શ્રી કાનજીબાપુના સેવકો દ્વારા ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા