Gujarat

શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી મુકામે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી મુકામે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

વિછિયા તા 14/8/24
શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી મુકામે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ‘હર ઘર તિરંગા’ નિમિત્તે શાળામાં ચાલતા દરેક વિભાગમાં ચિત્ર સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવેલ દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શાળા કેમ્પસથી સનાળી ગામ સુધી રેલીનું આયોજન પણ થયું ચિત્ર સ્પર્ધામાં KG થી 5માં ધોરણમાં એક થી ત્રણ નંબરમાં અનુક્રમે હરણિયા હરી, ઓળકિયા સમ્રાટ અને ઓળકિયા સુરવંત ધોરણ 6 થી 8માં ફતેપરા આર્યા અને ઓગાણજા મસ્તી અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવેલું તો 9 થી 12 માં પ્રથમ સ્થાને વસાણી સોહમ દ્વિતીય સ્થાને ઝાપડિયા કેતન અને તૃતીય સ્થાને સાંકળિયા ખુશાલીએ સ્થાન પ્રાપ્ત કર્યું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક શ્રી ઘનશ્યામભાઈ ફતેપરા આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક કાર્યરત રહીને સ્વાતંત્ર્ય પર્વની ભાવભરી ઉજવણી કરેલ તે સાથે સાથે દરેક વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20240814-WA0037-3.jpg IMG-20240814-WA0038-2.jpg IMG-20240814-WA0040-1.jpg IMG-20240814-WA0039-0.jpg