પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં 78 માં સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ…
તા 15.8.2024ના રોજ ભારેલ પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં સ્વતંત્ર દિનની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ.78 માં સ્વતંત્ર દિનની શાળાના બાળકો અને ઇન્ટરશીપમાં આવેલ પી.ટી.સી.કોલેજના તાલીમાર્થીઓએ પણ આ દિનની ખૂબ તૈયારી કરેલ જોવા મળી.આ પ્રસંગે.સરપંચ,ગ્રામજનો,કન્યાવિદ્યાલનો સ્ટાફ,પી.ટી.સી.કોલેજના તાલીમાર્થીઓએ પણ હાજરી આપી ઉત્સાહ બતાવ્યો.શાળાના આચાર્યે પ્રાસંગિક પ્રવચન કર્યું.તથા તૈયાર કરેલ કાર્યક્રમનું સંચાલન કર્યું.આંગણવાડીની બહેનો અને આરોગ્ય સ્ટાફ પણ હાજર હતો.તાલીમમાં આવેલ વિદ્યાર્થીઓએ કાર્યક્રમો રજુ કર્યા.તથા તેમની ઇન્ટરશીપ હવે બે દિવસમાં પૂર્ણ થતી હોય શાળાના આચાર્ય સાહેબને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો.અંતમાં વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.પ્રતિક્ષાબેન વાઘેલાએ મિટિંગની રૂપ રેખા અને હેતુઓ જણાવ્યા હતા.શિક્ષકો અને એસ.એમ.સી સભ્યો દ્વારા. બાળકો,શિક્ષણ અને વહીવટી ચર્ચા વિચારણા કરી.અંતમાં પરેશભાઈ જોશીએ આભાર વિધિ કરી.સૌ આમંત્રિત મહેમાનોને પંચાયત તરફથી મોં મીઠું કરાવી કાર્યક્રમનું વિસર્જન કર્યું.ભારત માતા કી જય…*



