Gujarat

સુંવાલી ગામ ખાતે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત 7માં રાષ્ટ્રીય પોષણ માસ 2024ની ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત 7માં રાષ્ટ્રીય પોષણ માસ 2024ની ઉજવણી ચોર્યાસી તાલુકાનાં મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી દીક્ષિતાબેન ડોડિયાની ઉપસ્થિતિમાં સુંવાલી ગામ ખાતે કરવામાં આવી હતી.
પ્રારંભે રાગી, જુવાર, બાજરી, સામો, કાંગ, કોદરી, રાજગરો વિગેરે જેવાં જાડા ધાન્યનું મહત્વ વિશે ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. ચોર્યાસી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ આ જાડા ધાન્યનો ઉપયોગ કરીને બનાવેલ વાનગીઓનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.
જેમાં મુઠીયા, થેપલા, સુખડી, લાડુ, મિક્સ સલાડ, સકકરપરા, મિક્સ મિલેટનાં ઢોકળા, મોરૈયાની ખીચડી, મિક્સ મિલેટ વડા, રાગીનો શીરો, અપ્પમ, રોટલા, ઢેબરા જેવી વિવિધ વાનગીઓ મુખ્ય આકર્ષણ બની હતી. આ તકે લાભાર્થીઓને મિલેટ્સનો રોજિંદા જીવનમાં સમાવેશ કરવાથી થતાં ફાયદા વિશે દીક્ષિતાબેન ડોડિયા દ્વારા સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.