Gujarat

જામનગર એસ.ટી. દ્વારા ઇ પાસ (e pass.gsrtc.in,) ની વિદ્યાર્થી ને તકલીફ ન થાય તે માટે ઉપરોક્ત સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે

જામનગર ડેપો દ્વારા.ઈ પાસ (e pass.gsrtc.in,) ની વિદ્યાર્થી ને તકલીફ ન થાય એ માટે સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે જે માટે  જામનગર ડેપો માંથી વિભાગીય નિયામકશ્રી, વિભાગીય પરિવહન અધિકારીશ્રી,તેમજ જામનગર ડેપો મેનેજરશ્રી ની,સૂચનાથી સૂચનાથી જામનગર ટ્રાફિક ઇન્સ્પેક્ટર સંજયભાઈ ડોડીયા તેમજ પાસ સેક્શન સંભાળતા રમેશભાઈ સરસીયા દ્વારા ડી.કે.વી આર્ટસ કોલેજ,  ડી.કે.વી કોમર્સ કોલેજ, આઈ.ટી.આઈ જામનગર તેમજ જામનગર ડેપોની પાસબારી ઉપર આવતા વિદ્યાર્થીઓને તેમજ મહિલા કોલેજ એચ.જે.દોશી કોલેજ વી.એમ.મહેતા કોલેજ પી.વી.મોદી સ્કૂલ જામનગર કોલેજ ને છેલ્લા બે દિવસમા ઈ પાસ કાઢવા માટે માર્ગદર્શન આપેલ તેમજ માહિતગાર કરેલ અને વિદ્યાર્થીઓને ઇ પાસ કાઢવા માટે સમજ આપેલ જેથી કરીને વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ટાઈમ ન બગડે અને સ્કૂલને પણ અને કોલેજોને પણ પ્રોબ્લેમ ના થાય અને વિદ્યાર્થીઓ સમયસર પોતાના લેક્ચર અટેન્ડ કરી શકે તે માટે નું આયોજન જામનગર ડેપો દ્વારા કરવામાં આવેલ હતું હજી પણ ઉપરોક્ત પ્રક્રિયા બાકી સંસ્થા તેમજ કોલેજોમાં ચાલુ છે જેથી વિદ્યાર્થીઓમાં તેમજ જામનગર સ્કૂલો તેમજ કોલેજોમાં જામનગર ડેપોની કામગીરી બિરદાવવામાં આવી રહી છે.
રિપોર્ટર. શરદ એમ.રાવલ. ગામ. હડીયાણા