આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને જરૂરી સુચના કરેલ જે અંન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.એફ.ડામોર પો.ઈન્સ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે નાઇટ રાઉંડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોજે ચીસાડીયા ગામે રેલ્વે બ્રીઝ ઉપર મધ્યપ્રદેશ તરફથી આવતા રોડ ઉપર એક ઇક્કો એમ્બ્યુલન્સ ગાડી રજી.નં. GJ-34-+H-5410 મા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે પ્રોહી નાકાબંધી કરી ભારતીય બનાવટના વિદેશી નાની-મોટી બોટલ નં-૧૦૯૦ કિ.રૂ. ૧,૪૬,૭૦૦/-તથા તથા મોબાઇલ નં.૦૨ કિં.રૂ.૩૦૦૦/- તથા એક ઇક્કો એમ્બ્યુલન્સ ગાડી રજી. નં. GJ-34-H-5410 ની કિં.રૂ.૨,૫૦,૦૦૦/- ની સાથે મળી મળી કુલ કિંમત રૂ.૩,૯૯,૭૦૦ /- ના મુદ્દામાલ સાથે આરોપી દીલુભાઇ માલસીંગભાઇ રાઠવા તેમજ તથા કા.સં.આવેલ બાળ કિશોરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

