યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજનો ભવ્ય વાર્ષિક મહોત્સવ ઉજવાયો જેમાં એલકેજી થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખુબ સરસ કૃતિઓ રજુ કરી પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું હતું.
જેમાં સ્કેટિંગ, કરાટે, પીરામીડ, દરેક અલગ અલગ શાળામાં થતી પ્રવૃત્તિના આધારે સુંદર કૃતિઓ રજુ કરી હતી. અને જે વિદ્યાર્થીઓના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્રિતીય, તૃતીય, નંબર આવ્યા હોઈ. તેને ઇનામ, શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે બેસ્ટ રાઈટીંગ, બેસ્ટ સ્ટુડન્ટને પણ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પૂ. રતિદાદા, લવજીબાપૂ, ગોરાબાપુ, કરશનબાપુ, ઘુસાબાપુ, રાજુબાપુ, સાંસદ નારણભાઈ કાછડિયા, મનીષભાઈ સંઘાણી, ટીડીઓ ભટ્ટસાહેબ સહીત અનેક રાજકીય મહાનુભાવો તથા ગામ અગ્રણીઓ તેમજ વેપારી મિત્રો સહીત અનેક લોકો બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ નારણભાઈ કાછડિયાએ પોતાના વક્તવ્યમાં પૂ. દાદા, મહેશભાઈ, શીતલબેનનું હરિબા મહિલા કોલેજ તથા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયની સંસ્કાર સાથે શિક્ષણનું સુંદર કાર્ય છે. તેમ અભિનંદન પાઠવ્યા હતા. પૂ. રતિદાદા ના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું. કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર શ્રી ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્યશ્રી શીતલબેન મહેતા, તથા સમગ્ર સ્ટાફેગણે જહેમત ઉઠાવી હતી